શરીરમાં ઑક્સીજન લેવલ વધારવાની આ છે એકદમ સરળ અને મજેદાર રીત, બીમારીઓ રહેશે કોસો દૂર.....

જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમે હસતાં શીખી જાવ. તણાવ ભરેલી જિંદગી અને ખરાબ લાઈફસ્ટાઇલમાં આ આદત તમારી હેલ્થ સુધારી શકે છે.

New Update
શરીરમાં ઑક્સીજન લેવલ વધારવાની આ છે એકદમ સરળ અને મજેદાર રીત, બીમારીઓ રહેશે કોસો દૂર.....

જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમે હસતાં શીખી જાવ. તણાવ ભરેલી જિંદગી અને ખરાબ લાઈફસ્ટાઇલમાં આ આદત તમારી હેલ્થ સુધારી શકે છે. ઝેરીલી હવામાં શ્વાસ લેવાથી અને વાયુ પ્રદૂષણથી બચવા માટે હાસ્ય તમારી મદદ કરશે. પ્રદૂષણની અસર તમારા ફેફસા પર પડશે. જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થશે. શરીરમાં ઓક્સિજનની ઉણપને પૂરી કરવામાં હાસ્ય તમારી મદદ કરશે. ખૂલીને હસવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે. જે લોકો ખુલ્લા મને હસે છે તે હંમેશા સ્વસ્થ જ રહે છે.

Advertisment

હસવાથી થતાં ફાયદાઓ...

શરીરમાં ઑક્સીજન લેવલ વધે છે.

ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો ખૂલલીને હશે છે તેના શરીરમાં ઑક્સીજન લેવલ સારું રહે છે. હસ્તી વખતે આપણું શરીર ઊંડા શ્વાસ લે છે. હાસ્ય એક પ્રકારની કસરત જ છે, જેનાથી બોડીમાં ઑક્સીજન ફ્લો એકસરખો રહે છે. ખુલ્લા મને હસવાથી તમારા શરીરમાં ઑક્સીજન લેવલ જળવાય રહે છે અને તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો.

તણાવ દૂર થાય છે

જે લોકો પરેશાન રહે છે તેમણે ડોકટર લફિંગ થેરાપીની સલાહ આપે છે. હાસ્યથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. તણાવથી દૂર રહેવું હોય તો ખૂલીને હસવું જોઈએ. હસવાથી ડિપ્રેશન અને સ્ટ્રેસ ઘટે છે. જે આજકાલ દરેક સમસ્યાની જડ બનતી જાય છે.

ઇમ્યુનિટી પણ વધે છે

Advertisment

આજકાલ લોકો ઉમ્યુનિટી વધારવા માટે ઘણું બધું કરતાં હોય છે. આ માટે તમે ખુશીથી હસવાનું શરૂ કરી દો તમારે બીજું કઈ પણ કરવાની જરૂર નહીં પડે. હસવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ બને છે. જેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. હસવાથી શરીરમાં પેદા થતી એંટી વાયરલ અને ઘણા અન્ય ઇન્ફેકસન થવાનું જોખમ પણ ઓછું થાય છે.

કમરના દુખવામાં પણ રાહત મળે છે

હાસ્યના ફાયદા માત્ર આટલે સુધી જ સીમિત નથી. તેનાથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે. ખૂલીને હસવાથી કમરના દુખવામાં રાહત મળે છે આ સાથે જ કમરના રોગો પણ દૂર થાય છે. તો તમારે દરરોજ 10 મિનિટ ખૂલીને હસવું જોઈએ. તેનાથી શરીરમાં ઇન્દોરફિન હોર્મોન્સ અબને છે જે તમારા શરીરને હેપ્પી રાખે છે.  

Advertisment