રેગ્યુલર કોફીથી આ રીતે અલગ છે white coffee, જાણો હેલ્થ માટે કેટલી છે ફાયદાકારક

આ કોફી ખૂજ જ અલગ છે. આ કોફી વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. જોકે છેલ્લા કેટલાક સમયથી વ્હાઇટ કોફી લોકોમાં ખૂજ જ લોકપ્રિય બની છે.

રેગ્યુલર કોફીથી આ રીતે અલગ છે white coffee, જાણો હેલ્થ માટે કેટલી છે ફાયદાકારક
New Update

આ કોફી ખૂજ જ અલગ છે. આ કોફી વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. જોકે છેલ્લા કેટલાક સમયથી વ્હાઇટ કોફી લોકોમાં ખૂજ જ લોકપ્રિય બની છે. ચા પછી કોફી સૌથી વધુ ગમતી વસ્તુ છે. આ જ કારણે વિશ્વના દેશોમાં કાફે અને કોફી શોપ જોવા મળે છે. Espresso થી Cappuccino સુધી તમને કોફીની તમામ ફલેવર જોવા મળશે. સફેદ કોફી મલેશિયાથી આવી હોવાનું કહેવાય છે. સફેદ કોફી સદીઓથી તેમના આહારનો ભાગ હોય તેવું કહેવાય છે. સફેદ કોફી લાઇટ અરેબિકા બીન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અરેબિકા બીન્સ માત્ર પંદર મિનિટ માટે શેકવામાં આવે છે. જે નિયમિત બીન્સને શેકવામાં જે સમય લાગે છે તેના કરતાં ઓછો લાગે છે. પરંપરાગત કોફીની જેમ આમાં પણ કેફિન આવેલું હોય છે. જો તમારે એનર્જી વધારવી હોય તો વાઇટ કોફી ખુજ સારો વિકલ્પ છે. સફેદ કોફી હળવા શેકેલા કઠોળ માંથી તૈયાર કરવામાં આવતી હોવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટનો નાશ થતો નથી. જેના કારણે તેમાં પરંપરાગત કોફી કરતાં એન્ટીઓક્સીડેન્ટ વધુ હોય છે. એન્ટીઓક્સીડેન્ટ બળતરા ઘટાડવામાં અને શરીરને કોષોના નુકશાનથી બચાવવા માટે જાણીતા છે. જે વિવિધ રોગો તરફ દોરી જાય છે. જો નિયમિત કોફીથી તમને એસિડિટી થાય છે તો તમે સફેદ કોફી અજવામી શકો છો. ઓછી એસિડિક હોવાની સાથે સાથે તે આપના પાચનતંત્ર માટે પણ લાઇટ છે.   

#India #Connect Gujarat #BeyondJustNews #Health Tips #beneficial #difference #White coffee #Regular Coffee
Here are a few more articles:
Read the Next Article