/connect-gujarat/media/post_banners/43c60586cc4ba63f820e4d5e41e5acf80e1b138296d4bd6c90e4afd2a8509db9.webp)
પહેલી નજરે જોવામાં સાવ નાનકડી લાગતી ઇલાયચી (એલચી) અનેક ગુણોથી ભરપુર છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી વાઇરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનું રોજ સેવન કરવાથી સિઝનલ બીમારીઓથી લઇને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આવા સંજોગોમાં ડાયાબિટીસના દર્દીઓએ ચામાં ઇલાયચીનું સેવન જરૂર કરવું જોઇએ. ઇલાયચીથી શુગર લેવલ અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી આખો દિવસ એનર્જેટિક ફીલ થાય છે.
· લોકો સવાર સાંજ દૂધ વાળી ચા પીતા હોય છે. આવા સંજોગોમાં ૧-૨ ઇલાયચી, ૧ ઇંચ આદુંનો ટુકડો મિક્સ કરીને ચા પીવી ફાયદાકારક છે. તેનાથી શરીરનો થાક અને કમજોરી દૂર થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને પાચનતંત્ર મજબૂત થાય છે. તેનાથી પેટનો દુખાવો, કબજિયાત, એસિડીટી જેવી પરેશાનીઓ દૂર થાય છે.
· જમવા સાથે જોડાયેલી ખરાબ આદતોના કારણે વજન વધે છે. તેમાંથી મેદસ્વિતા, ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ જન્મે છે. તેને સમય સાથે કંટ્રોલમાં લેવી ખૂબ જરૂરી છે. આવા સંજોગોમાં વજન ઘટાડવા માટે લોકો લીબુંમાંથી તૈયાર કરેલી લેમન ટી પીવે છે. તેમાં રહેલા પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાઇરલ ગુણો વજન ઘટાડે છે. ઘણા લોકોને લેમન ટીનો સ્વાદ ગમતો નથી તમે તેમાં બે ઇલાયચી નાખીને પીશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને તમારું વજન પણ ઘટશે.
· રોજ એક-બે કપ ગ્રીન ટી પીવાથી શરીર સારી રીતે ડિટોક્સ થાય છે. જો તમે ગ્રીન ટીમાં ઇલાયચી મિક્સ કરીને પીશો તો શુગર લેવલની સાથે સાથે વજન પણ કંટ્રોલમાં રહેશે.
ઈલાયચીના આ ફાયદા પણ જાણી લો:-
- ભોજન બાદ એક ઇલાયચી ચૂસવાથી મોંની વાસ દૂર થાય છે અને જમવાનું પણ સારી રીતે પચી જાય છે
- ઇલાયચીની ચાનાં સેવનથી ખાંસી- તાવ દૂર થાય છે.
- તેમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી- વાઇરલ ગુણ હોવાના કારણે મોં અને સ્કીનના કેન્સરની કોશિકાઓને લડવાની શક્તિ મળે છે.
- તેમાં રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. સાથે સાથે બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેથી હાર્ટ એટેક અને દિલની બીમારીઓથી દૂર રહી શકાય છે.