/connect-gujarat/media/media_files/2025/08/03/lungs-cancer-day-2025-08-03-17-35-01.jpg)
આજે વિશ્વ ફેફસા (લંગ) કેન્સર દિવસ છે.
ફેફસાનું કેન્સર આધુનિક યુગમાં મોતનું સૌથી મોટું કારણ બની રહ્યું છે ભારતમાં જે કેન્સરના કેસો પ્રતિ વર્ષ નોંધાઈ રહ્યા છે તેમાં સરેરાશ 5.9 ટકા દર્દીઓ ફેફસાના કેન્સરથી પીડિત હોવાનું સામે આવ્યું છે. તેની સામે ફેફસાના કેન્સરથી મૃત્યુ દર સૌથી ચિંતાજનક 8.1 ટકા છે
આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે. આધુનિક યુગમાં ફેફસાનું કેન્સર એ સૌથી જટિલ બીમારી તરીકે સામે આવી રહ્યું છે એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં ફેફસાના કેન્સરથી સૌથી વધારે દર્દીઓના મોત થઈ રહ્યા છે જેમાં પ્રતિવર્ષ ભારતમાં જે કેન્સરના દર્દીઓ નોંધાયા છે
જેમાં લગભગ 5.9 ટકા દર્દીઓ ફેફસાના કેન્સરથી પીડિત હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ સૌથી વધારે ચિંતાજનક બાબત એ છે કે ફેફસાના કેન્સરથી 8.1 ટકા જેટલો મૃત્યુદર પણ નોંધાયો છે જે સૌથી મોટી ચિંતાનું કારણ છે.
ફેફસાનું કેન્સર થવા પાછળ ફેફસાના કોષો અસમાન રીતે વધવા લાગે અને અમુક સમય બાદ આ કોષોની વધવાની ક્રિયા નિયંત્રણ બહાર ચાલી જાય જે આરોગ્યને નુકસાનકારક સાબિત થઈ છે જેને ફેફસાના કેન્સર તરીકે ઓળખવામાં આવે છે.
આધુનિક સમયમાં ફેફસાનું કેન્સર સૌથી વધારે કુખ્યાત બની રહ્યું છે જેમાં તમામ પ્રકારનું ધુમ્રપાન જેમાં સિગારેટ, બીડી, હુકા અને તમાકુના સેવન કરનાર કોઈ પણ વ્યક્તિને કેન્સર થવાની શક્યતાઓ ઊભી થાય છે.
વધુમાં તબીબી વિજ્ઞાન એવું પણ માને છે કે, પેસીવ સ્મોકિંગ એટલે કે જે લોકો ધૂમ્રપાન કરતા હોય છે તેની આસપાસ બેઠેલા લોકોમાં પણ ધુમ્રપાનનો ધુમાડો શરીરમાં શ્વાસ વાટે જવાથી તેને પણ ફેફસાનું કેન્સર થવાની શક્યતા ઊભી થાય છે.
વધુમાં વાયુ પ્રદૂષણને પણ ફેફસાના કેન્સર થવા પાછળનું એક કારણ માનવામાં આવે છે. રેડીએશન અને અશ્વસ્થય જીવનશૈલી જે કોઈ પણ વ્યક્તિને ફેફસાના કેન્સર થવા તરફ દોરી જાય છે.
કેટલાક કિસ્સામાં ફેફસાનું કેન્સર જાતિગત કે જીનેટીક કારણોને કારણે પણ થતું હોય છે, પરંતુ આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળે છે. કેટલાક એવા કેન્સરના દર્દીઓ પણ નોંધાયા છે કે જેમણે તેમના જીવન દરમિયાન કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કર્યું નથી છતાં પણ તેમને ફેફસાનું કેન્સર થયું છે.
મહત્વનું છે કે, જે વ્યક્તિ ને કેન્સર થવાની થોડી ઘણી પણ શક્યતાઓ છે તેમને કાયમ માટે શરીરમાં થાક જેવી સ્થિતિનું અનુભવ થતો હોય છે.જો આ પ્રકારના લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં જોવા મળે તો તેમણે તુરંત નજીકના ડૉક્ટરની સલાહ લેવી પણ હિતકારી હોવાનું તબીબ જણાવી રહ્યા છે.
નોન સ્મોલ સેલ લંગ કેન્સર (NSCLC) આ પ્રકારના કેન્સરના સ્ક્વામસલ સેલ એડિનોકાર્સિનોમા લાર્જ સેલ જેવા પ્રકારો જોવા મળે છે. સ્ટોલ લંગ કેન્સર(SCLC) આ પ્રકારના કેન્સરના કોષો ખૂબ જ ઝડપથી ફેલાય છે અને મોટે ભાગે જે લોકો ધૂમ્રપાન કરતા હોય છે તેમાં આ પ્રકારના કેન્સર થતા હોય છે.
કેન્સરનું નિદાન આજે આધુનિક તબીબી વિજ્ઞાનમાં ઝડપથી અને સરળતાથી થતું હોય છે જેમાં એક્સરે, સીટી સ્કેન, બાયોપસી અને પેટ સ્કેનની સાથે સ્નીવાળ વિશ્લેષણ પદ્ધતિથી પણ કેન્સરનું નિદાન થઈ શકે છે. કેટલાક કિસ્સામાં દર્દીઓને કેન્સરના સામાન્ય લક્ષણો જોવા મળે પરંતુ દર્દી દ્વારા કે તેના પરિવારજનો દ્વારા તેને અવગણવામાં આવે તો ઘણીવાર કેન્સરનું નિદાન કરવામાં ખૂબ મોડું થતું હોય છે.
કેન્સર થયા બાદ તેની સારવાર પર વાત કરીએ તો કેન્સરની સૌથી પહેલી સારવાર એ સર્જરી છે. ત્યારબાદ કીમોથેરાપી કે જેમાં દવા દ્વારા દર્દીના કેન્સરને સારું કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી રેડિયો થેરાપી કે જેમાં કિરણોની મદદથી કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરીને દર્દીને કેન્સર મુક્ત કરવાની સારવાર કરવામાં આવે છે.
આ સિવાય ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનો થેરાપી કે જેને આધુનિક તબીબી વિજ્ઞાનમાં કેન્સરના ઈલાજ તરીકે સ્વીકારવામાં આવી છે જેના થકી પણ કેન્સરની સારવાર થઈ શકે છે, વધુમાં પેલિયેટીવ કેર જેને તબીબી વિજ્ઞાન રાહત દાયક સારવાર તરીકે ઓળખે છે આ પદ્ધતિ દ્વારા પણ કેન્સરની સારવાર થઈ શકે છે. કેન્સરના શરૂઆતના તબક્કામાં ઓપરેશન અસરકારક સાબિત થતા હોય છે તો ખૂબ સમય બાદ કરવામાં આવેલી સારવારમાં દવાઓ અને કિરણો દ્વારા કેન્સરની સારવાર થતી હોય છે.
કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવાના ઉપાયો પણ આધુનિક જગતમાં છે. કોઈપણ વ્યક્તિ જો ધૂમ્રપાન કરતો હોય તો તેણે કેન્સરથી બચવા માટે ધૂમ્રપાન છોડી દેવું જોઈએ, વધુમાં એવા લોકો કે છે ધુમ્રપાન કરતા લોકોની વચ્ચે જોવા મળે છે આવા લોકોએ પેસીવ સ્મોકિંગથી દૂર રહીને પોતાની જાતને સંભવિત કેન્સરથી દૂર રાખવી જોઈએ સૌથી મોટું બચાવ સ્વસ્થ જીવનશૈલી કે જેમાં વ્યક્તિની રહેણી કહેણી અને તેનો ખોરાક અને કસરત તેમજ વ્યાયામ જેવી પદ્ધતિ અપનાવવાથી બીમારીને દૂર રાખી શકાય છે.
નિયમિત અને સમયાતરે કોઈ પણ વ્યક્તિએ પોતાના આરોગ્ય ની ચકાસણી ચોક્કસ પણે કરવી જોઈએ તો ફેફસા ના કેન્સર જેવી અત્યંત ગંભીર અને જીવલેણ બીમારી ને કોઈ પણ વ્યક્તિ દૂર રાખી શકે છે.
International Lung Cancer Day | causes of lung cancer | Health is Wealth