મહિલાઓ વારંવાર ફરિયાદ કરતી હોય છે કે તેમના વાળ વધતા નથી. જો કે, વાળનો વિકાસ ન થવાના ઘણા કારણો છે. સ્ત્રીઓમાં આંતરસ્ત્રાવીય બદલાવના કારણે પણ વાળનો વિકાસ થતો નથી. જો તમે પણ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો આ ઉપાયો અપનાવીને તમે તમારા વાળનો ગ્રોથ વધારી શકો છો.
- વાળની ગંદકીને કારણે, વૃદ્ધિ અટકી શકે છે. આવી સ્થિતિમાં તમારા વાળને સાફ રાખવા જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર શેમ્પૂ કરો. તમારા વાળના હિસાબે શેમ્પૂ પસંદ કરો એટલે કે તમારા વાળને અનુકૂળ હોય તેવા શેમ્પૂનો ઉપયોગ કરો.
- એલોવેરા જેલ વાળના વિકાસ માટે મદદરૂપ છે. તમે આ હેર પેકનો ઉપયોગ કરી શકો છો. રાત્રે સૂતા પહેલા જેલને તમારા માથા પર સારી રીતે લગાવો અને સવારે તેને પાણીથી ધોઈ લો.
- નાળિયેરનું દૂધ વાળના વિકાસમાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો નારિયેળના દૂધમાં ઓલિવ ઓઈલ ઉમેરીને પણ સ્કેલ્પની મસાજ કરી શકો છો. તેને લગાવવાથી વાળ લાંબા અને ચમકદાર બને છે.
- સુતા પહેલા તમારા વાળમાં કાંસકો કરો. આના કારણે વાળના મૂળમાં સારો પ્રવાહ આવે છે અને વૃદ્ધિમાં પણ મદદ મળે છે.
- દહીં અને લીંબુ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીંના બાઉલમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ 1-2 કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. તેનાથી વાળનો ડેન્ડ્રફ દૂર થાય છે અને ગ્રોથ પણ વધે છે.
- વાળના વિકાસ માટે વિટામિન-એ, વિટામિન-ઇ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારા વાળમાં એવા તેલનો ઉપયોગ કરો, જેમાં આ વિટામિન હાજર હોય છે. આ બધી વસ્તુ અપનાવ્યાં પહેલા ડોક્ટરની સલાહ અવસ્ય લેવી.