બાળકોના સ્વાસ્થ્ય અને સંપૂર્ણ વિકાસ માટે શરીરમાં બધા જ પ્રકારના વિટામીન્સ હોવા ખૂબ જ જરૂરી છે. બેલેન્સ ડાયટ બાળકોના શારીરક વિકાસ અને ઇમ્યુનિટીને બરોબાર કરે છે. તે સિવાય પણ બેલેન્સ ડાયટમાં કેટલાક મહત્વપૂર્ણ પોષકતત્વો જેવા કે વિટામિન ડી ખૂબ જ જરૂરી બને છે. વિટામિન ડી ની ખામીથી શરીરમાં ઘણા બધા રોગો થઈ શકે છે. તો બાળકોના શરીરમાં વિટામિન ડી જળવાય રહે તે માટે કેટલાક ફૂડનો ભરપૂર પ્રમાણમા ઉપયોગ જરૂરી બને છે. તો ચાલો જાણીએ વિટામિન ડિનો મુખ્ય સ્ત્રોત...
વિટામિન D ને સનસાઇન વિટામીન્સ પણ કહેવામા આવે છે. બાળકોમાં શક્તિ અને તેમના વિકાસ માટે અતિ મહત્વનુ છે. આ ચરબીમાં ભળી જતાં વિટામિન માત્ર હાડકાની મજબૂતી માટે જ મહત્વના નથી. પરંતુ તે હોર્મોન્સના રૂપમાં વિવિધ શારીરિક કાર્યોમાં પણ અસર કરે છે.
વિટામિન d ના વિવિધ સ્ત્રોતો
1. સૂર્યપ્રકાશ દ્વારા
સવારે સૂર્યપ્રકાશ માંથી તમારી ત્વચા વિટામિન ડી મેળવે છે. રોજ સવારે માત્ર 15 થી 20 મિનિટ તડકામાં ઊભા રહેવાથી શરીરને ભરપૂર માત્રામાં વિટામિન d મળી રહે છે.
2. યોગ્ય ખાનપાન
વિટામિન ડી તમારા ખોરાકમાં કેટલાક ફોર્ટિફાઈડ આહારનો સમાવેશ કરીને પણ મેળવી શકો છો. આ ઉપરાંત જો તમે માંસાહારી હોવ તો કેટલીક વિશેષ પ્રકારની દરિયાઈ માછલીનું સેવન કરવું જોઈએ.
3. ફોર્ટિફાઈડ દૂધ
પૌષ્ટિક શરુઆત માટે રોજ એક ગ્લાસ દુધ (200 મિ.લી.)
4. ચરબી યુકત માછલી
માંસાહારીઓ માટે મેકરેલ (બાંગડા)/હિલ્સા જેવી માછલી.
5. મશરૂમ
શાકાહારીઓ માટે સારો વિકલ્પ.
6. ફોર્ટિફાઈડ છાસ અથવા લસ્સી
વિટામિન ડીનો તાજો સ્ત્રોત.
7. ઈંડા
ઝડપી અને સરળ સ્ત્રોત.
8. પનીર ટિક્કા
એક સ્વાદિષ્ટ શાકાહારી વિકલ્પ.