Connect Gujarat
આરોગ્ય 

અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે વ્હીટગ્રાસ, આજે જ સામેલ કરો ડાયટમાં, અનેક બીમારીઓ રહેશે દૂર.

વ્હીટગ્રાસ એટલે ઘઉના નાના જુવારા, અંકુરિત થયેલા નાના નાના છોડ. આ નાના ઘાસને પોષકતત્વોનો ખજાનો માનવામાં આવે છે.

અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે વ્હીટગ્રાસ, આજે જ સામેલ કરો ડાયટમાં, અનેક બીમારીઓ રહેશે દૂર.
X

વ્હીટગ્રાસ એટલે ઘઉના નાના જુવારા, અંકુરિત થયેલા નાના નાના છોડ. આ નાના ઘાસને પોષકતત્વોનો ખજાનો માનવામાં આવે છે. વ્હીટગ્રાસને એક સુપરફુડ માનવામાં આવે છે. વ્હીટ ગ્રાસને સામાન્ય રીતે ઘઉંના જવારા કહેવામાં આવે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. તેમાં ક્લોરોફીલ પણ મળી આવે છે. મોટા ભાગના લોકો તેનું સેવન જ્યુસ કે પાવડરના રૂપમાં કરે છે. ઘઉના જવારાનું સેવન કરવાના અનેકગણા ફાયદાઓ છે.

1. વજન ઓછું કરે છે : વ્હીટગ્રાસનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં માડ મળે છે. વ્હીટગ્રસમાં વધારે ફાઈબર અને કેલેરી ઓછી હોય છે. જેનાથી વધારે સમય સુધી પેટ ભરયેલું રહે છે જેથી ભૂખ લગતી નથી જેનાથી વજન નિયંત્રિત થાય છે. આ પાચનતંત્ર માટે પણ સારું છે.

2. લોહીની કમીને દૂર કરે છે : વ્હીટગ્રાસના સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનની કમી ઓછી રહે છે. તેમાં આયર્ન વધારે પ્રમાણમા હોય છે. જેનાથી લોહીની કમી દૂર થાય છે અને એનીમિયાની કમીથી બચી શકાય છે.

3. બોડી ડિટોક્સ થાય છે : વ્હીટગ્રાસ શરીરને ડીટોકસિફાઇ કરવામાં મદદ કરે છે. વ્હીટગ્રાસના સેવન કરવાથી શરીરના ઝેરી પદાર્થો બહાર આવી જાય છે. જેનાથી શરીર સારી રીતે કામ કરે છે.

4. કબજિયાતમાં રાહત મળે છે : ઘઉંના જ્વારાનું સેવન કરવાથી કબજિયાતમાં ઘણી રાહત મળે છે. તેમાં ફાઈબર અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોવાથી ડાયજેશન સારું થાય છે.

5. બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે : ડાયાબિટીસના દર્દીઓ માટે વ્હીતગ્રાસ ખૂબ જ ફાયદાકારક રહે છે. વ્હીટગ્રાસ કાર્બોહાઈડ્રેટ્સને શરીરમાં એબ્સોર્બ કરવાથી રોકે છે. જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

6. કેન્સરથી પણ બચાવે છે : વ્હીટગ્રાસ કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે. કહેવાય છે કે તેમાં હજાર ક્લોરોફીલ ફ્રી રેડિકલ અને રેડીએશનથી થતાં નુકશાનથી બચી શકાય છે.

Next Story