Connect Gujarat
આરોગ્ય 

કોવિડ-19ની સારવાર માટે WHOએ 2 નવી દવાઓની ભલામણ કરી,વાંચો કેટલી છે અસરકારક

WHO તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.WHOએ કોરોનાની બે નવી દવાઓની ભલામણ કરી છે.

કોવિડ-19ની સારવાર માટે WHOએ 2 નવી દવાઓની ભલામણ કરી,વાંચો કેટલી છે અસરકારક
X

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. હાલ સમગ્ર દુનિયા આ વેરિયન્ટના ઝપેટામાં આવી ગઈ છે. આ કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની પણ શરુઆત થઈ ગઈ છે. આ દરમિયાન WHO તરફથી એક રાહતના સમાચાર આવ્યા છે.WHOએ કોરોનાની બે નવી દવાઓની ભલામણ કરી છે. આ દવાઓના નામ છે- બારિસિટિનિબ અને કાસિરિવિમૈબ-ઈમદિવિમૈબ.પીયર રિવ્યૂ જર્નલ BMJમાં હેલ્થ બોડીના નિષ્ણાંતે કહ્યું કે ગંભીર રુપે બિમાર દર્દીઓના સારવાર માટે કોર્ટિકોસ્ટ્રોયડ્સ સાથે બારિસિટિનિબનો ઉપયોગ કરી શકાય છે.

સામાન્યરીતે આ દવાનો ઉપયોગ આર્થરાઈટિસના ઉપયોગમાં કરવામાં આવે છે.WHOનું કહેવું છે કે આ દવા વેન્ટિલેટરની જરુરિયાત ઘટાડે છે અને કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટ વગર જીવનું જોખમ ઓછું કરે છે. તેની અસર આર્થરાઈટિસની એક અન્ય દવા ઈન્ટરલ્યૂકિન-6 (IL-6) સમાન હોય છે. જો તમારી પાસે દવાઓના વિકલ્ય હાજર હોય તો કીમત, ઉપલબ્ધતા અને ક્લીનિશિયલ એક્સપિરીયન્સના આધારે દવા ખરીદી શકો છો. એક જ સમયે બંને દવાઓ લેવાની ભૂલ ના કરતા.WHOએ આ ગાઈડલાઈન અપડેટમાં મોનોક્લોનલ એન્ટીબોડી સોટ્રોવિમૈબની પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વપરાશની ભલામણ કરી છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓને આ દવા અપાઈ શકે છે.WHOએ એક અન્ય મોનોક્લોનલ એન્ટીબોડી દવા કૈસિરિવિમેબ-ઇમદિવિમૈબ માટે પણ આ જ પ્રકારની ભલામણ કરી છે.

Next Story