Connect Gujarat
આરોગ્ય 

શિયાળામાં શરીરમાં કેમ વધી જાય છે બેડ કોલેસ્ટ્રોલ લેવલ, જાણો કેવી રીતે કરશો કંટ્રોલ.......

આજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કોલેસ્ટ્રોલમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે

શિયાળામાં શરીરમાં કેમ વધી જાય છે બેડ કોલેસ્ટ્રોલ લેવલ, જાણો કેવી રીતે કરશો કંટ્રોલ.......
X

આજની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. કોલેસ્ટ્રોલમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ. સારા કોલેસ્ટ્રોલને હાઇ ડેન્સીટી લીપો પ્રોટીન કહેવામા આવે છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલને લો ડેન્સીટી લીપો પ્રોટીન કહેવામા આવે છે. તે રક્ત પરિભ્રમણ અને પેશીઓની રચનામાં મહત્વપૂર્ણ છે. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ હદયની ધમનીઓમાં જમા થાય છે. જેના કારણે હદય સુધી લોહી પહોચાડવામાં મુશ્કેલી પડે છે.

કોલેસ્ટ્રોલ શરીરમાં કોષો, વિટામિન અને હોર્મોન્સ ફેરફારોની રચનામાં ભાગ ભજવે છે. કોલેસ્ટ્રોલને કારણે શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. પામ તેલ, નારિયેળ તેલ, રિફાઇન્ડ તેલ જેવી સંતૃપ્ત ચરબીમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

દલિયા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દળિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે એલડીએલને ઘટાડે છે.દળિયા સિવાય આખા અનાજ અથવા અંકુરિત અનાજ, સફરજન અને શેરડી પણ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. સવારના નાસ્તામાં આ વસ્તુઓનો સમાવેશ કરો. અને તમારા દિવસમાં ઓછામાં ઓછું એક જ ભોજન કરવાનો પ્રયાસ કરો.

ચિયામાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આમાં સારું કોલેસ્ટ્રોલ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાલમોન, ટુના માછલી જેવી આ વસ્તુઓમાં ગુડ કોલેસ્ટ્રોલ સૌથી વધુ જોવા મળે છે. શિયાળામાં સીડ્સ ફળો જેવા કે ચિયા સીડ્સ, રાગી, જુવાર, બાજરી ખાવા જોઈએ. આ ફૂડ ગૂડ કોલેસ્ટ્રોલ વધારે છે.

Next Story