Connect Gujarat
આરોગ્ય 

લંચ બાદ કેમ 15 મિનિટ સૂવું છે જરૂરી? ફાયદા જાણીને દંગ રહી જશો.....

લંચ બાદ 15 મિનિટ ઊંઘ લેવાથી એક નહિ અનેક ફાયદા થાય છે જાણીએ શું ફાયદા થાય છે. બપોરના ભોજન પછી ઘણા લોકોને ઊંઘ આવે છે.

લંચ બાદ કેમ 15 મિનિટ સૂવું છે જરૂરી? ફાયદા જાણીને દંગ રહી જશો.....
X

લંચ બાદ 15 મિનિટ ઊંઘ લેવાથી એક નહિ અનેક ફાયદા થાય છે જાણીએ શું ફાયદા થાય છે. બપોરના ભોજન પછી ઘણા લોકોને ઊંઘ આવે છે.પરંતુ ઘણા લોકો ઊંઘ્યા વિના જ સતત કામ કરતાં રહે છે. જે યોગ્ય નથી. જમીને 15 મિનિટ સુવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે.

· લંચ બાદ ઘણા લોકોને ઊંઘ આવતી હોય છે અને તે ફિલ ગુડ્ હોર્મોન્સના વધારાને કારણે થાય છે. એવું બને કે જ્યારે તમે ભોજન લો છો ત્યારે તમારા બોડીમાં સેરોટોટીન હોર્મોન્સ વધે છે. જેના કારણે તમે સુસ્તી અને આળસ અનુભવો છો. પરંતુ કેટલાક લોકોને તો આ સમય દરમિયાન પણ ઊંઘ નથી આવતી અને તે દરમિયાન તે સુસ્ત રહે છે. આ માટે જ થોડી ઊંઘ લેવી જ જોઈએ.

· લંચ બાદની 15 મિનિટની ઊંઘ બીપીને કંટ્રોલ કરે છે. તે ખરેખર કામ દરમિયાન ચાલતા ઝડપી ઘબકારાને આરામ આપે છે. તે હદય અને મગજને શાંત રાખવાની તક પૂરી પડે છે. અને તમારી રક્તવાહીનીઓને આરામ આપે છે. અને બીપીને કંટ્રોલ કરે છે જેથી તમે બીપી રોગથી બચી શકો છો.

· બપોરના ભોજન બાદ ઊંઘવાથી તમે તણાવ મુક્ત રહેશો અને સ્ટ્રેસ પણ ઓછું થઈ જશે. મન મગજને શાંતિ મળે છે જેથી તમારા અડધા દિવસનો થાક ઉતરી જાય છે.

· તમારી પ્રોડેક્ટિવિટી વધારવામાં મદદ કરે છે. જે મગજને રિસ્ટાર્ટ કરે છે તમને બહેતર મહેસુસ કરાવે છે.

· લંચ બાદ 15 મિનિટ સુવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે અને તમારા હોર્મોન્સ ને બેલેન્સ કરે છે તેથી તમે સવારમાં જેવા ફ્રેશ હો તેવા જ ફ્રેશ બપોરે અનુભવો છો.

Next Story