દર વર્ષે 7 જુલાઇના રોજ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ચોકલેટની શરૂઆત અમેરિકાથી થઈ હતી. પહેલી વાર ચોકલેટ ડે ની શરૂઆત 1950થી થઈ હતી. જે બાદથી તેને દુનિયાભરના દેશોમાં ઉજવવામાં આવે છે. શરૂઆતમાં તે કેટલાક દેશો અને વિસ્તાર સુધી સીમિત હતી. તો જાણો ચોકલેટના કેટલાક ખાસ ફાયદા વિષે....
અમુક લોકો ચોકલેટમાં ડાર્ક ફ્લેવર ખાવાનું પસંદ કરે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે. તેનાથી સ્ટ્રેસ ઘટે છે અને શરીરનો થાક પણ દૂર થાય છે. હવે ચોકલેટ ખાવું એ સામાન્ય બની ગયું છે. પણ તમે ભાગ્યે જ જાણતા હશો કે ચોકલેટની શરૂઆત કયાથી થઈ.
4000 વર્ષ જૂનો છે ચોકલેટનો ઇતિહાસ
ચોકલેટનો ઇતિહાસ વર્ષો જૂનો એટલે કે 4000 વર્ષ જૂનો છે. મોઢાનો સ્વાદ વધારનારી ચોકલેટ કોકોની બને છે. માનવામાં આવે છે કે ચોકલેટને સૌથી પહેલા અમેરિકામાં બનાવવામાં આવી હતી. તેનું કારક છે કે કોકોના ઝાડ સૌથી પહેલા અમેરિકના જંગલો માં મળી આવ્યા હતા. આજના સમયમાં કોકોના ઝાડ દુનિયાથી અલગ ક્ષેત્રોમાં મળે છે. જ્યારે એકલા આફ્રિકામાં જ આખી દુનિયાની 70 ટકા કોકોની ખપત થાય છે. જયારે ચોકલેટ બનાવવાની શરૂઆત થઈ ત્યારે તેને અનેક રીતે બનાવવામાં આવતી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમાં ફેરફારો આવતા ગયા અને હવે તેને એક સ્વાદિષ્ટ રૂપ મળ્યું છે.
ઉલેખનીય છે કે સૌથી પહેલા અમેરીકામાં ચોકલેટ બનાવવામાં આવતી પરંતુ તે સમયે ચોકલેટનો સ્વાદ તીખો હતો. અમેરિકન તેને બનાવવામાં કોકોના બીજ સાથે બીજા મસાલા અને મરચાં પણ પીસતા. તેનાથી સ્વાદમાં મીઠાસની સાથે તીખાસ પણ આવતી..