"વિશ્વ તમાકુ દિવસ" : વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમરેલીના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજાય

આજે વિશ્વ તમાકુ દિવસ નિમિતે અમરેલીનાં રાજમાર્ગો પર BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અંગે જાગૃતિની વિશાલ રેલી નિકળી હતી

"વિશ્વ તમાકુ દિવસ" : વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમરેલીના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજાય
New Update

આજે વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે અમરેલીના રાજમાર્ગો પર વ્યસન મુક્તિ અંગે વિશાલ રેલીનું પ્રસ્થાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ નારણ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ લીલી જંડી આપીને કરાવેલ હતું. છેલ્લા 10 દિવસથી BAPS સંસ્થાના વિદ્યાર્થી ભૂલકાઓએ પ્રમુખ સ્વામી મહારાજના 100 વર્ષના શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમરેલી જિલ્લાના તાલુકા મથકો અને ગામડે ગામડે ફરીને વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવી રહ્યા હોય ને આજે વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે અમરેલીના રાજમાર્ગો પર વિશાલ સંખ્યામાં એક વ્યસન મુક્તિ રેલીનું આયોજન BAPS સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તમાકુ દિવસે વ્યસનોથી લોકો મુક્ત થાય અને પર્યાવરણની જાળવણીના હેતુને સાર્થક કરવાના અભિગમને સાકાર કરતી વ્યસન મુક્તિ રેલીમાં વિદ્યાર્થીઓ, શહેરીજનો હોંશભેર જોડાયા હતા.

#Amreli #tobacco #BAPS #વ્યસનમુક્તિ #World Tobacco Day #TobaccoExposed #tobaccoday #TobaccoFreeIndia #tobaccofree #TobaccoFreeGeneration #TobaccoFreeGujarat #WorldNoTobaccoDay #WorldNoTobaccoDay2022 #વિશ્વ તમાકુ દિવસ #આજે વિશ્વ તમાકુ દિવસ
Here are a few more articles:
Read the Next Article