-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ
-
વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની કતાર
-
નાણા મંત્રી કનુ દેસાઈએ મતદાન મથકોની મુલાકાત લીધી
-
વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી
-
ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે : કનુ દેસાઈ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના વિવિધ મતદાન મથકોની રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈએ મુલાકાત લઈ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી કતારો લાગી છે. રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ સહિત જિલ્લાના અગ્રણીઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
આ સાથે રાજ્ય મંત્રી કનુ દેસાઇએ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી હતી. વાપી મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવો રાજ્ય મંત્રી કનુ દેસાઇએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
