યાદ છે ને ..... ૪૦ ના દાયકામાં બે ભારતીય મહિલા હંસા જીવરાજ મેહતા અને લક્ષ્મી મેનન સાર્વત્રિક માનવાધિકાર ઘોષણાની ઘડતરમાં અગ્રેસરની ભૂમિકા નિભાવી હતી .
હંસા જીવરાજ મેહતા એ માનવ હક્ક સમિતિના ભારતના પ્રતિનિધિત્વ તરીકે માનવ હક્કના વૈશ્વિક જાહેરનામામાં "All men are created equal" થી "All human beings are created equal " માં બદલાવવામાં જવાબદાર હતા . જે લિંગ સમાનતા ની જરૂરિયાતનું સૂચન કરતુ હતું .
એજ રીતે લક્ષ્મી મેનન 1948 ની યુએન જનરલ અસેમ્બલીની ત્રીજી કમિટીમાં ભારતીય પ્રતિનિધિ હતા , એ ઘોષણા દરમ્યાન " જાતિ પર આધારિત બિન-ભેદભાવ " ને સમાવવા દલીલ કરી હતી . ભારતીય બંધારણમાં દરેક માનવીને તમામ હક્ક અપાયા હોવા છત્તા ગુજરાત માનવ વિકાસ માં પછાત છે જ ...........
કારણો ઘણા બધા છે ........ જે લોકો પાસે રાજકીય, આર્થિક,ધાર્મિક અને કૌટુંબિક સત્તાઓ છે , તેવા લોકો સત્તાનો દૂરઉપયોગ કરી અન્ય માણસોના અધિકારનું હનન કરે છે . પણ આના માટે આપણેજ જવાબદાર છીએ , એક કેહવત છે " જેવી પ્રજા તેવા શાસક " હા જી બિલકૂલ જો તમે અધિકાર ભોગવવા માંગતા હો તો પેહલા બીજાના અધિકારને સન્માન આપો .
હું દરેક અધિકારની વાત કરું છું .... રાજકીય ... સામાજિક .....કૌટુંબિક ...... કે .... ધાર્મિક અને ખાસ તો મહિલાઓના અધિકારની .... જેના વિશે પૂરતી જાગૃતિનો અભાવ છે . ઘણી મહિલાઓ સમાનતા નો હક્ક , પૈતૃક સંપત્તિ પર હક્ક , તલાક બાદ પત્ની ને વળતર , લિવ ઈન રિલેશનશિપમાં પ્રોટેકશન લૉ , કામના સ્થળે શોષણ , મેટરનિટી લિવ વગેરે ના અધિકાર અને નિયમ ની જાણકારી ના અભાવ ના લીધે વંચિત રહે છે .
મારા મત પ્રમાણે સમાજ માં મહિલાઓ ને સમાનતા નો હક્ક કે revolutionary change ત્યારે આવ્યો કહેવાશે જયારે એક પુરુષ પણ પોતાના કેરી બેગમાં સેનિટરી પેડ રાખશે કે કદાચ કોઈ મહિલા સહકર્મચારી કે મહિલા મિત્ર ને અચાનક જરૂર પડે તો મદદ મળી શકે .......
Give to every human being every right that you claim for yourself