• લીંબડી શહેરની વોરા સોસાયટીમાં સર્જાય ભયંકર ઘટના

  • મોડી રાત્રે રહેણાક મકાનમાં ભયાનક આગ ફાટી નીકળી

  • પતિ-પત્નીનું મોત થયુંએક વ્યક્તિનો ચમત્કારિક બચાવ

  • પાડોશીએ કહ્યું : ચાર્જીંગમાં રહેલો મોબાઇલ ફાટતાં દુર્ઘટના

  • ઘટના બાદ સ્થાનિકોના પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીના એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા પતિ-પત્ની જીવતા ભૂંજાયા હતાજ્યારે અન્ય એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત તા. 17 એપ્રિલની મોડી રાત્રે એક રહેણાક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈ બન્ને પતિ-પત્નીએ જીવ ગુમાવ્યો છેજ્યારે ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકેઆગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છેપરંતુ બે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

પડોશીઓના જણાવ્યા અનુસારઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો હતોજેની બેટરી ફાટતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સૌપ્રથમ ઘરના સોફામાં આગ લાગી હતીઅને ત્યાર બાદ તે રૂમમાં ફેલાઈ ગઈ હતીજ્યાં દંપતી સૂતું હતું. તો બીજી તરફવહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેમકાનમાં લાગેલા ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ લીંબડી પાલિકાના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો આરોપ છે કેલીંબડી નગરપાલિકા પાસે ફાયરની પૂરતી સુવિધા નથી. આગ લાગ્યાના કલાકો બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.