T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ગ્રુપ રાઉન્ડની મેચ છે. રવિવારે ગ્રુપ 2 ની ત્રણ મેચો રમાવાની છે અને આવી સ્થિતિમાં સેમિફાઇનલની બાકીની બે ટીમો નક્કી થશે. ભારત-ઝિમ્બાબ્વે ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો સામનો નેધરલેન્ડ અને પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે થશે. સેમિફાઇનલમાં જવા માટે ભારતે ઝિમ્બાબ્વે સામે જીત મેળવવી જરૂરી છે. જો ટીમ ઈન્ડિયા આમ કરવામાં સફળ રહેશે તો ગ્રુપ IIમાં ટોચ પર રહેનારી ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે.
ભારતના હાલ 6 પોઈન્ટ છે અને ટીમ ટોપ પર છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચ પોઈન્ટ સાથે બીજા અને પાકિસ્તાનની ટીમ ત્રીજા સ્થાને છે. જો દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડને હરાવશે અને ભારત ઝિમ્બાબ્વેને હરાવશે તો બંને ટીમો કોઈપણ સમસ્યા વિના સેમિફાઈનલમાં પહોંચી જશે. આ સ્થિતિમાં ભારત આઠ પોઈન્ટ સાથે ટોચ પર અને દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને રહેશે.
જો નેધરલેન્ડ સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ થશે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશની વિજેતા ટીમ ભારતની સાથે આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતવામાં સફળ રહેશે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ મહત્વની બની રહેશે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પોતાની મેચ જીતવી પડશે.