ટી-20 વિશ્વકપમાં રવિવારે મોટો ઉલટફેર સર્જાતા પાકિસ્તાનને સેમિફાઈનલમાં પ્રવેશવાનો જીવનદાન મળ્યો હતો. નેધરલેન્ડની ટીમે રવિવારે દક્ષિણ આફ્રિકાને 13 રનથી હરાવીને ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર મનાતી ટીમ સાઉથ આફ્રિકાને રેસમાંથી બહાર કરી દીધી છે. પછી શું છે પાકિસ્તાન માટે માર્ગ સાફ થઈ ગયું અને તેણે બંગ્લાદેશને 5 વિકેટથી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન નક્કી કરી લીધું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટી-20 વિશ્વકપ 2022ના સેમિફાઈનલમાં અવિશ્વસનીય એન્ટ્રી બાદ ભારતના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે એક ટ્વીટ કરી સનસની મચાવી દીધી છે. વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરી લખ્યું કે 'તો ભગવાએ પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવામાં મદદ કરી'. પૂર્વ ભારતીય ક્રિકેટરની આ ટ્વીટ બાદ લોકો હેરાન થઈ ગયા હતા કે તેમણે આવી ટ્વીટ કેમ કરી? નોંધનીય છે કે ભારતના પૂર્વ દિગ્ગજ બોલર વેંકટેશ પ્રસાદ નેધરલેન્ડ ક્રિકેટ ટીમની જર્સીનો ઉલ્લેખ કરી રહ્યાં હતા. નેધરલેન્ડ ક્રિકેટ ટીમની જર્સીનો રંગ કેસરી (ભગવો) છે. નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની આશા એ વાત પર ટકી હતી કે રવિવારે ગ્રુપ-2ની મેચમાં નેધરલેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવે અને એવું જ થયું હતું.