T20 વર્લ્ડ કપ, PAK vs NZ : પ્રથમ સેમિફાઇનલમાં આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર.!

નસીબના સહારે સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમ 2009 બાદ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઉતરશે.

New Update
T20 વર્લ્ડ કપ, PAK vs NZ : પ્રથમ સેમિફાઇનલમાં આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર.!

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં રમાશે. નસીબના સહારે સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમ 2009 બાદ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઉતરશે. આ સાથે જ ન્યુઝીલેન્ડની નજર સતત બીજી ફાઈનલ પર છે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં ભારત અથવા ઇંગ્લેન્ડ સામે રમશે.

Advertisment

આઈસીસીએ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો પહેલા દિવસે મેચ પૂર્ણ નહીં થાય તો બીજા દિવસે ત્યાંથી મેચ શરૂ થશે. જો સેમી ફાઈનલના દિવસે મેચ પૂર્ણ ન થાય, તો જે ઓવરમાં રમત બંધ થશે, તે જ દિવસથી બીજા દિવસે શરૂ થશે. જો કોઈ ટીમ પ્રથમ 11 ઓવરમાં બે વિકેટે 80 રન બનાવી લે અને તે દિવસે વરસાદના કારણે મેચ રમાઈ ન શકે તો તે જ ટીમ બીજા દિવસે સમાન સ્કોર સાથે રમવાનું શરૂ કરશે. જો બીજા દિવસે પણ વરસાદ પડે અને મેચ પૂર્ણ ન થાય તો સુપર-12માં ટોચની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.

Advertisment