Connect Gujarat
T20 વર્લ્ડ કપ 2022

T20 વર્લ્ડ કપ, SL vs ENG: ઇંગ્લેન્ડ શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર.!

T20 વર્લ્ડ કપની 39મી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા.

T20 વર્લ્ડ કપ, SL vs ENG: ઇંગ્લેન્ડ શ્રીલંકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બહાર.!
X

T20 વર્લ્ડ કપની 39મી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને ચાર વિકેટે હરાવી સેમીફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 141 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા અને બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઇનલની બંને ટીમો પહેલા ગ્રુપમાંથી નક્કી કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાન મેળવીને સેમિફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે બીજા સ્થાને રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. યજમાન અને ગત વર્લ્ડ કપની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

હવે બીજા ગ્રૂપમાંથી દક્ષિણ આફ્રિકા અને ભારત સેમિફાઇનલમાં પહોંચે તેવી અપેક્ષા છે. જો મેચમાં વધુ કોઈ વળાંક નહીં આવે તો ભારતીય ટીમ ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચશે. આ સ્થિતિમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે.

Next Story