/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/07111142/kkk.jpg)
આ ખાસ પર્વ ગુજરાતમાં મનાવવામાં આવે છે. અહીં તેને બોળચોથ કહેવામાં આવે છે. ગુજરાતમાં આ વ્રત શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થી પર કરવામાં આવે છે. નાગપંચમી પર્વથી એક દિવસ પહેલા મનાવવામાં આવે છે. અન્ય જગ્યાએ તેને બહુલા ચતુર્થી કહેવામાં આવે છે. ગુજરાતમાં ચોથના દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાનની સાથે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.
બહુલા ચર્તુથી સંતાન આપનાર અને સમૃદ્ધિ વધારનાર વ્રત છે. વેદ અને પુરાણોમાં ગાયનું મહત્વ સમજાવતા આ દિવસે ગાયની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ ચતુર્થી તિથિએ, શ્રીકૃષ્ણ સિંહ બન્યા અને ગાયની પરીક્ષા લીધી હતી. તેથી, આ દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે.માટીની ગાય, સિંહ અને વાછરડા બનાવીને તેમની પૂજા પણ કરવામાં આવે છે. સવારે વહેલા ઊઠીને મહિલાઓ તીર્થ સ્નાન કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે. ત્યારબાદ આખો દિવસ શ્રદ્ધા અનુસાર વ્રત અથવા ઉપવાસ કરે છે. ત્યારબાદ સંતાનના આયુષ્ય માટે ગાય અને વાછરડાની પૂજા કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, આ દિવસે ખાસ કરીને ગાયના દૂધ પર વાછરડાનો અધિકાર હોય છે.
બોળચોથના દિવસે કરવામાં આવતી પૂજા વિધિ:
આ દિવસે ઉપવાસ કરીને માટીથી બનેલા સિંહ, ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.
દુર્વાથી પાણીનો છંટકાવ કરવો, તલના તેલનો દીવો પ્રગટાવો અને ચંદનનો ધૂપ કરવો.
ચંદનનું તિલક, પીળા ફૂલો, ગોળ અને ચણાનો ભોગ ચઢાવવો.
બહુલા ચતુર્થીના દિવસે શ્રીકૃષ્ણની કથા સાંભળવાથી યશ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
સાંજે ભગવાન ગણેશ, ગૌરી, ભગવાન શિવ, શ્રીકૃષ્ણ અને વાછરડાની સાથે ગાયની પૂજા કરવી
ત્યારબાદ ચોખા, ફૂલ, દૂર્વા, કંકુ, સોપારી અને દક્ષિણા બંને હાથોમાં લઈને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરો.