• વાપીમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી

  • લવ ટ્રાયએંગલમાં હત્યાની ઘટનાથી પંથકમાં ચકચાર

  • પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી

  • બનાવના પગલે જિલ્લાભરની પોલીસ ઘટનાસ્થળે દોડી

  • લોકોના નિવેદન અને CCTV સહિત પોલીસ તપાસ શરૂ 

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં લવ ટ્રાયએંગલમાં યુવકની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છેત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક યુવતી અને 2 યુવકોના લવ ટ્રાયએંગલમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ વાપી પોલીસ, LCB, SOG અને જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક દિલીપ છગન નકુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તો બીજી તરફઘટના સ્થળની આજુબાજુમાં રહેતા લોકોના નિવેદન અને CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી વાપી ટાઉન પોલીસની ટીમે ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે.