સિડનીમાં રમાઈ રહેલ ભારત અને ઓસ્ટ્રેલિયાની સીરીઝની પહેલી વન ડે મેચ દરમિયાન અદાણીના વિરોધમાં મેદાનમાં ઉતર્યા દર્શકો, સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને બહાર કાઢ્યા
કોરોનાકાળમાં હવે ક્રિકેટની દુનિયામાં ધીમે ધીમે પહેલા જેવી પરિસ્થિતિ થઇ રહી છે જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ મેચમાં દર્શકો પણ જોવા મળી રહ્યા છે. જોકે આ મેચમાં અદાણીના વિરોધમાં ઘણા લોકો ઉતરી આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં અદાણીના પ્રોજેક્ટનો ખૂબ મોટો વિરોધ થઇ રહ્યો છે અને લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. આવો જ કંઈક વિરોધ મેચમાં પણ જોવા મળ્યો હતો.
શુક્રવારે સિરીઝની પહેલી મેચ રમાઈ રહી હતી અને આ દરમિયાન અચાનક જ દર્શકો મેદાનમાં ઉતરી આવ્યા. આ પ્રદર્શનકકારીઓના હાથમાં અદાણીના વિરોધમાં પોસ્ટર હતા અને તેઓ સીધા જ મેદાનમાં ધસી આવ્યા હતા. મેદાનમાં કેટલાક સુરક્ષા ગાર્ડ હતા અને તે આ બધાને બહાર લઇ ગયા. આ વિરોધ કરનાર લોકોના હાથમાં ‘State Bank of India No $1B Adani Loan’ લખેલ મોટા મોટા પોસ્ટર હતા જેની ખૂબ ચર્ચા થઇ રહી છે.