Ind vs Eng T20: ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં ભારત 2-1થી પાછળ

New Update
Ind vs Eng T20: ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં ભારત 2-1થી પાછળ

ઇંગ્લેન્ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવી T-20ની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 157 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 18.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. તેમના માટે જોસ બટલરે પોતાના T-20 કરિયરની 11મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 83* રન કર્યા. આ બટલરનો ઇન્ટરનેશનલ T-20માં હાઈએસ્ટ સ્કોર છે. શ્રેણીની ચોથી મેચ 18 માર્ચના રોજ રમાશે.

જેસન રોય 9 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 9 રન કર્યા હતા. સ્પિનર વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતે ડેવિડ મલાનને સ્ટમ્પ કર્યો હતો.

ભારતનું ફિલ્ડિંગ ખૂબ ખરાબ રહ્યું છે. છેલ્લી ત્રણ ઓવરમાં વિરાટ કોહલી અને ચહલનો એક-એક કેચ છોડયો હતો.

ભારતે ઇંગ્લેન્ડ સામે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન કર્યા હતા. વિરાટ કોહલીએ પોતાના T-20 કરિયરની 27મી ફિફટી ફટકારતાં 46 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી 77* રન કર્યા. તેણે અને હાર્દિક પંડ્યાએ છઠ્ઠી વિકેટ માટે 33 બોલમાં 70 રનની ભાગીદારી કરી. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે 3 અને ક્રિસ જોર્ડને 2 વિકેટ ઝડપી હતી.