દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર શનિવારે પાંચ રાજ્યોમા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને છત્તીસગઢમાં ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખી કોરોનાની સ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્યની તૈયારીઓ અને ઉપાયોની સમીક્ષા કરશે. કેન્દ્રિય મંત્રી બપોરે ત્રણ વાગ્યે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે
