/connect-gujarat/media/media_files/2025/06/19/pune-2025-06-19-16-14-13.jpg)
સોલાપુરના અકલુજ સ્થિત સયાજીરાજે વોટર પાર્કમાં મનોરંજન રાઈડ અચાનક તૂટી પડતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું. તો અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સોલાપુરના અકલુજમાં આવેલા સયાજીરાજે વોટર પાર્કમાં આ અકસ્માત થયો હતો. જેમાં ં ૩૮ વર્ષીય તુષાર ધુમલનું મોત નપીજ્યુ હતું. પોલીસના જણાવ્યા મુજબ, તુષાર વોટર પાર્કમાં હવામાં ગોળ ફરતી રાઈડમાં સવાર થઈને રાઈડનો આનંદ માણી રહ્યો હતો.
તે સમયે અચાનક તેની રાઈડીંગનો કેબિનની ચેઈન તૂટી ગઈ હતી. જેથી તુષાર રાઈડીંગમાંથી અલગ પડતાં નીચે પડી ગયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. વધુમાં આ ઘટનામાં અન્ય બે લોકો વૈભવ સોલંકર અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ આસપાસના તમામ લોકો ચીસાચીસ કરતા તાત્કાલિક ઘાયલોને બચાવવા દોડી પડયા હતા. આ બાદ તરત જ રાઈડ બંધ કરી દેવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં તુષારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુમાં અન્ય બે ઘાયલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ધુમલના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો તથા તેના માતા પિતા છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં વોટર પાર્કના કર્મચારીઓની પૂછપરછ શરુ કરવામાં આવી હતી.