યુપીના હરદોઈમાં ટ્રક અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. 5 ગંભીર છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 2 બાળકો, એક યુવતી અને એક પુરૂષ સામેલ છે. તમામ લોકો ઓટો રીક્ષામાં સવાર હતા.ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રીક્ષા ઉછળીને દૂર પડી હતી. રીક્ષા પલટી જતા અંદર બેઠેલા મુસાફરો બહાર પટકાયા હતા. રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડ્યા હતા.
આ અકસ્માત બુધવારે બપોરે બિલગ્રામ પોલીસ સ્ટેશનના રોશનપુર ગામ પાસે થયો હતો.પોલીસનું કહેવું છે કે ઓટો બિલગ્રામ તરફ જઈ રહી હતી. અચાનક તે બેકાબૂ થઈને રોડ પર પલટી ગઈ હતી. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ઓટોને ટક્કર મારતા મુસાફરોને કચડી નાખ્યા હતા. ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં 7ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 8 ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ 3ને મૃત જાહેર કર્યા હતા.