/connect-gujarat/media/post_banners/9d98c674b0fd4c3afa43dc8ba9ef94bb0b0186a2517d379671660a16f77dbe25.webp)
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. એક ઓવરલોડ ડમ્પર કાબુ બહાર જઈને બસ પર પલટી ગયું અને ત્યાર પછીના અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ ઉત્તર પ્રદેશના સીતાપુરથી ઉત્તરાખંડના પૂર્ણનગરી જઈ રહ્યા હતા. આ અકસ્માત શનિવારે રાત્રે લગભગ 12.15 કલાકે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 25 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસના મુસાફરો રાત્રે શાહજહાંપુરના એક ભોજનશાળામાં રોકાયા હતા. ત્યારે પાછળથી આવી રહેલું એક ડમ્પર કાબુ બહાર જઈ તેની સાથે અથડાઈને પલટી મારી ગયું હતું. આ માર્ગ અકસ્માત બાદ રાત્રે લગભગ 1 વાગ્યા સુધીમાં ઘટનાસ્થળે જ 11 મુસાફરોના મોતની પુષ્ટિ થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 25 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.