રેલ્વે વિભાગ દ્વારાઆજે 122 ટ્રેનો કરવામાં આવી રદ્દ,અનેક મુસાફરો અટવાયા

છઠ પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે ભારતીય રેલ્વેએ આજે 93 ટ્રેનો રદ કરી છે

New Update
રેલ્વે વિભાગ દ્વારાઆજે 122 ટ્રેનો કરવામાં આવી રદ્દ,અનેક મુસાફરો અટવાયા

છઠ પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે ભારતીય રેલ્વેએ આજે 93 ટ્રેનો રદ કરી છે અને આ સાથે 29 ટ્રેન આંશિક રીતે રદ કરી છે. આ સિવાય 15 ટ્રેનો તેના સમય કરતાં મોડી ચાલી રહી છે અને આ કારણે જ મુસાફરોએ મુસાફરી માટે નીકળતા પહેલા એમની ટ્રેનનું સ્ટેટ્સ ચેક કરીને નીકળવું. જણાવી દઈએ કે આ આ ટ્રેનોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિતના કેટલાક રાજ્યોમાંથી ઉપડતી ટ્રેનોનો સમાવેશ થાય છે અને તેમાં ગોરખપુર, આનંદ વિહાર ટર્મિનલ, બેંગલુરુ, દાનાપુર, પટના અને રાંચી જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે.

આજે ભારતીય રેલવે દ્વારા કેન્સલ થયેલ 93 ટ્રેનોમાં સાંગોલા-મુઝફ્ફરપુર એક્સપ્રેસ, પઠાણકોટ-વોલ્કેનો રોડ એક્સપ્રેસ, પઠાણકોટ-જોગીન્દર નગર એક્સપ્રેસ અને બૈજનાથપારોલા-પઠાણકોટ એક્સપ્રેસનો સમાવેશ થાય છે જે પંજાબ, બિહાર, દિલ્હી, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિતના અનેક રાજ્યોના શહેરોમાંથી પસાર થાય છે. 30 ઓક્ટોબરે એટલે કે આજે 29 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. એનો મતલબ એ થાય છે કે આ ટ્રેનો કેટલાક સ્ટેશનો વચ્ચે દોડશે નહીં.

Latest Stories