Connect Gujarat
દેશ

ઝારખંડમાંથી 2 ISIS આતંકીઓની ધરપકડ : PAK સાથે જોડાયેલા તાર, પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલાનું ઘડ્યું કાવતરું

ISIS આતંકી સંગઠનનો સક્રિય સભ્ય અરિઝ હસનૈન સંગઠનમાં સક્રિય છે. તે ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સંસ્થાનો પ્રચાર કરી રહ્યો છે

ઝારખંડમાંથી 2 ISIS આતંકીઓની ધરપકડ : PAK સાથે જોડાયેલા તાર, પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલાનું ઘડ્યું કાવતરું
X

ઝારખંડ પોલીસની એટીએસે 2 આતંકીઓની ધરપકડ કરી છે. તેમના તાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંને પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. બંને સોશિયલ મીડિયા પર ચેટ દ્વારા તેમના આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હતા. તે કાશ્મીરના યુવાનોના સંપર્કમાં પણ હતા.

ઝારખંડ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ મંગળવારે ગોડ્ડા અને હજારીબાગમાંથી આતંકવાદી સંગઠન ISISમાં સક્રિય 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં ગોડ્ડા જિલ્લાના રહેમતનગર, મહમુદનગર આસનબાનીના રહેવાસી અરિઝ હસનૈન અને હજારીબાગના મહતો ટોલા, પેલાવલ ઓપીના રહેવાસી નસીમનો સમાવેશ થાય છે. બંને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હતા. તેમનો ધ્યેય પેલેસ્ટાઈન જઈને આત્મઘાતી હુમલો કરીને મસ્જિદ-એ-અલ-અક્સાને યહૂદીઓથી મુક્ત કરાવવાનો હતો.

આ બંને વિવિધ આતંકવાદી સંગઠનોના પ્રતિબંધિત વીડિયો જોતા હતા અને ઈન્ટરનેટ મીડિયા દ્વારા તેમના મિત્રોમાં તેનો પ્રચાર કરતા હતા. આ ક્રમમાં, વર્ષ 2020થી જ, તે ફેસબુક દ્વારા ઘણા કાશ્મીરી યુવક-યુવતીઓના સંપર્કમાં પણ આવ્યો. એટીએસ આ અંગે પણ તપાસ કરી રહી છે. આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના સભ્યો છે. તેમનું મુખ્ય કામ સંગઠનનો પ્રચાર, ભંડોળ એકઠું કરવું, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરવી, 2 સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવો, અલગ-અલગ લોકોને સંદેશો મોકલવો અને આતંકવાદી સંગઠનોના સભ્યોને ગૌરવ અપાવવાનું હતું.

તેમની સામે UAP એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એટીએસે બુધવારે એક આરોપી એરિઝ હસનૈનને જેલમાં મોકલી આપ્યો હતો. બીજા આરોપી નસીમને ગુરુવારે જેલમાં મોકલવામાં આવશે. આ પછી એટીએસ બંનેને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ કરશે. ઝારખંડ પોલીસની ATS ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે, ISIS આતંકી સંગઠનનો સક્રિય સભ્ય અરિઝ હસનૈન સંગઠનમાં સક્રિય છે. તે ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા સંસ્થાનો પ્રચાર કરી રહ્યો છે, અને નિર્દોષ લોકોને સંસ્થામાં જોડાવા માટે ગેરમાર્ગે દોરે છે. તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.

આ માહિતીના પ્રકાશમાં, એટીએસની એક ટીમ માહિતીની ચકાસણી કરવા માટે ગોડ્ડા ગઈ હતી. તપાસ દરમિયાન એટીએસને પ્રાથમિક દ્રષ્ટિએ એરિઝની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી. એટીએસ એરિઝ હસનૈનને રાંચી લાવીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન, આતંકવાદીએ પોતે ISIS અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું હતું. તેના મોબાઈલમાં ટેલિગ્રામની એક શંકાસ્પદ ચેટ મળી આવી હતી. ISISના બીજા આતંકી નસીમની ઓળખ એરિઝ હસનૈનના મોબાઈલમાં મળેલી ટેલિગ્રામ ચેટ પરથી થઈ હતી.

તે પેલાવલ ઓપી, હજારીબાગનો રહેવાસી છે. એટીએસને નસીમના ISIS સાથે કનેક્શનની માહિતી મળી હતી. નસીમે જ અરિઝ હસનૈનને જેહાદ અને કુફ્ર વેદ ટાગૂટ નામનું પુસ્તક મોકલ્યું હતું. ઉપરોક્ત બંને પુસ્તકો જેહાદ અને ISISનો દૃષ્ટિકોણ જણાવે છે. આ આઈડીથી ચેટ કરતી વખતે નસીમે એરિઝ હસનૈનને ISIS સંગઠનની બાઈટ પણ મોકલી હતી.

Next Story