Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીરના ડોડામાં મુસાફરો ભરેલી બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 33ના મોત, 22 લોકો ઘાયલ......

ડોડા જિલ્લામાં એક બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે

જમ્મુ કાશ્મીરના ડોડામાં મુસાફરો ભરેલી બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 33ના મોત, 22 લોકો ઘાયલ......
X

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સારમાં મોટો અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. ડોડા જિલ્લામાં એક બસ 250 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર 33 જેટલાં મૃતદેહો મળી આવ્યા છે. જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. આ દરમિયાન બસે સંતુલન ગુમાવ્યું જેના કારણે તે નીચે ખાબકી હતી. હાલ જિલ્લા પોલીસ તંત્ર અને બચાવ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 35 જેટલાં લોકોના મોતની આશંકા છે. જો કે હજુ આ ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત અંગેની જ પુષ્ટિ થઇ છે. જોકે 22 લોકોના ઘાયલ થયાની માહિતી મળી છે. એટલે મૃતકાંક વધવાની શક્યતા છે.

Next Story