સુદાનમાં ફસાયેલા 360 ભારતીય મુસાફરો દિલ્હી પહોંચ્યા, ઓપરેશન કાવેરી માટે PM મોદીનો માન્યો આભાર

સુદાનમાં ફસાયેલા 360 ભારતીય મુસાફરો દિલ્હી પહોંચ્યા, ઓપરેશન કાવેરી માટે PM મોદીનો માન્યો આભાર
New Update

ગૃહયુદ્ધ વચ્ચે સુદાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર ભારતીય સેનાની મદદથી બચાવ અભિયાન ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (24 એપ્રિલ)ના રોજ માહિતી આપી હતી કે યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ અંતર્ગત ફ્લાઇટ 360 મુસાફરો સાથે દિલ્હી પહોંચી છે.

બુધવારે (26 એપ્રિલ), જેદ્દાહથી 360 ભારતીયોને લઈને વિમાન લગભગ 9 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ પહેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને માહિતી આપી હતી કે વિમાન જેદ્દાહથી રવાના થઇ ચૂક્યું છે. ભારતીયો જલ્દી જ તેમના પરિવારના સભ્યોને મળી શકશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું કે ભારત તેમના નાગરિકોનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ 360 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી.

સુદાનથી સાઉદી અરેબિયા થઈને ભારત આવતા મુસાફરોની રાજ્યવાર વિગતો આપવામાં આવી છે. જેમાં આસામમાં 3, બિહાર 98, છત્તીસગઢ 1, દિલ્હી 3, હરિયાણા 24, હિમાચલ પ્રદેશ 22, ઝારખંડ 6, મધ્ય પ્રદેશ 4, ઓડિશા 15, પંજાબ 22, રાજસ્થાન 36, ઉત્તર પ્રદેશ 116, ઉત્તરાખંડ 10 અને પશ્ચિમ બંગાળમાંથી 22નો સમાવેશ થાય છે. સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, "ભારત સરકારે અમારો ઘણો સાથ આપ્યો. આ એક મોટી વાત છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા કારણ કે તે ખૂબ જ ખતરનાક હતું. હું પીએમ મોદી અને ભારત સરકારનો આભાર માનું છું."

આ સિવાય ભરત નામના એક નાગરિકે કહ્યું હતું કે "હું ભારત સરકારનો આભાર માનું છું. સાઉદી અરેબિયાએ પણ સારું કામ કર્યું છે. સારી વ્યવસ્થા માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને ડૉ. એસ જયશંકરને સલામ કરું છું."

#India #ConnectGujarat #Delhi #PM Modi #stranded #Indian passengers #Operation Cauvery
Here are a few more articles:
Read the Next Article