Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના કરૂણ મોત

દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદારનો બ્લાસ્ટ થયો હતો.

પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના કરૂણ મોત
X

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જીલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદારનો બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થતાં છે. પોલીસે ઘટના સ્થળે પહોચી ઘટનાનું કારણ જાણવા તપસ હાથ ધરી છે. પોલીસની તપાસ અનુસારા આ ઘટના જગન્નાથપૂર ગામની છે. વિસ્ફોટ એવડો મોટો હતો કે વિસ્ફોટથી ફેક્ટરીની દીવાલ ધરશાહી થઈ હતી. ચારેબાજુ કાટમાળ ફેલાયેલો હતો. આખી ઇમારત પત્તાના ઘરની જેમ તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાં ડટાયેલા લોકોને રેસક્યું કરી બહાર કાઢ્યા હતા અને ફાયર બ્રિગેદે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બ્લાસ્ટના કારણે ઘણા લોકોના ઘટના સ્થળે જ મોત થતાં છે જ્યારે અનેક લોકો દાઝી ગયા હતા.

Next Story