જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. ત્યાં એક સૈનિક ગુમ છે.શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ થાય છે. બુધવારે અનંતનાગમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક, ડીએસપી હુમાયુ ભટ અને બે જવાન શહીદ થયા હતા. અહીં હજુ પણ ફાયરિંગ ચાલુ છે.સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એક સૈનિક લાપતા છે. આશંકા છે કે તે ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.રાજૌરીમાં મંગળવારે એક સૈનિક શહીદ થયા હતા. બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. મંગળવારે અહીં સર્ચ દરમિયાન આર્મીનો કેન્ટ નામનો ડોગ પણ મૃત્યુ પામ્યો હતો. પોતાના હેન્ડલરનો જીવ બચાવવા તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. રાજૌરીમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
કશ્મીરમાં કર્નલ, મેજર અને DSP સહિત 5 શહીદ, 1 લાપત્તા:બે આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. ત્યાં એક સૈનિક ગુમ છે.
New Update
Latest Stories