Connect Gujarat
દેશ

ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હ્રદય રોગના હુમલાના

વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હ્રદય રોગના હુમલાના
X

એપ્રિલના મહિનામાં શરૂ થયેલી ચારધામ યાત્રા આ વર્ષે થોડી મુશ્કેલીઓથી ભરેલી હતી. વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યાં જ અત્યાર સુધી સરેરાશ દરરોજ 2 શ્રદ્ધાળુઓના મોત થયા છે. એક રિપોર્ટ અનુસાર આ મોત કાર્ડિયાક અરેસ્ટ અથવા ક્રોનિક પલ્મોનરી ડિઝીઝના કારણે થયા છે. 27 દિવસના સમયમાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટથી ઉપર સ્થિત ચાર હિમાલયી મંદિરો- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે. જાણકારી અનુસાર 27 દિવસમાં 58 મોત નોંધવામાં આવી છે. તેમાં મોટાભાગના કાર્ડિયાક અરેસ્ટ સાથે સંબંધિત છે અને કેદારનાથમાં આ મોત થઈ છે. આ તીર્થયાત્રીઓની ટ્રેક માર્ગ પર અથવા તો હોટલમાં મૃત્યુ થયું છે.મૃતકોમાં સૌથી વધારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના હતા.

Next Story