બદ્રીનાથ ધામમાં વેદના પાઠ બંધ, 17મીએ બંધ થશે દરવાજા
બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે વેદના પાઠ બંધ થઈ ગયા છે. હવે બદ્રીનાથની પૂજા બે દિવસ સુધી ગુપ્ત મંત્રોથી જ કરવામાં આવશે.
બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે વેદના પાઠ બંધ થઈ ગયા છે. હવે બદ્રીનાથની પૂજા બે દિવસ સુધી ગુપ્ત મંત્રોથી જ કરવામાં આવશે.
ઓક્ટોબરમાં ચાર ધામ યાત્રાએ જે વેગ મેળવ્યો હતો તે શિયાળામાં પણ ચાલુ જ છે. અત્યારે પણ 20 હજારથી વધુ લોકો ચાર ધામ પહોચી ગયા છે.
દેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે.
વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
બદ્રીનાથ હાઈવે પર હેલાંગમાં પહાડી પરથી કાટમાળ પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે.
આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.