ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બસ ખીણમાં ખાબકી, 6 મુસાફરોના મોત, 27 ઘાયલ

New Update
ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બસ ખીણમાં ખાબકી, 6 મુસાફરોના મોત, 27 ઘાયલ

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે રવિવારે સાંજે એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. બસમાં 35 મુસાફરો સવાર હતા.




 ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું - અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

Latest Stories