/connect-gujarat/media/media_files/xFv5X1pSY3ZSwt3jOPJC.jpg)
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતાઓને પુરસ્કારો અને સન્માન આપ્યાં હતાં. મિથુન ચક્રવર્તીને આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાથમાં પ્લાસ્ટર સાથે તેઓ એવોર્ડ લેવા પહોંચ્યા હતા. ફિલ્મોની યાદગાર ઝલક બતાવવામાં આવ્યા બાદ તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને પછી તેમને પ્રશંસાથી સન્માનિત કર્યા. મિથુન ચક્રવર્તીને તેમના યોગદાન બદલ વિજ્ઞાન ભવન ખાતે સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.