બાંગ્લાદેશમાં સ્વતંત્રતા સાથે જોડાયેલ 8 સરકારી રજાઓ રદ્દ કરવામાં આવી !

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકારે સ્વતંત્રતા અને સ્થાપના દિવસ સંબંધિત 8 સરકારી રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમાંથી બે સૌથી મહત્વપૂર્ણ તારીખોમાં 7 માર્ચ

New Update
બાંગ્લા 12
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકારે સ્વતંત્રતા અને સ્થાપના દિવસ સંબંધિત 8 સરકારી રજાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમાંથી બે સૌથી મહત્વપૂર્ણ તારીખોમાં 7 માર્ચ અને 15 ઓગસ્ટનો સમાવેશ થાય છે.7 માર્ચના રોજ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાને ભાષણ આપીને સમગ્ર દેશને પાકિસ્તાની સેના સામે એક કરી દીધો હતો.
આ દિવસને ત્યાં આઝાદીનું બ્યુગલ ફૂંકવાના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તે જ સમયે, બાંગ્લાદેશમાં 15 ઓગસ્ટના રોજ શોક મનાવવામાં આવે છે.આ દિવસે 1975માં બાંગ્લાદેશના કેટલાક આર્મી અધિકારીઓએ શેખ મુજીબુર રહેમાનના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરીને બળવો કર્યો હતો. આ દિવસે ત્યાં શોક મનાવવામાં આવ્યો હતો. આ બંને દિવસની રજા રદ કરવાનો નિર્ણય યુનુસના સલાહકારોની બેઠકમાં લેવામાં આવ્યો છે.આ નિર્ણય લેનારાઓમાં તે લોકો પણ સામેલ છે જેમણે શેખ હસીના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જે પાછળથી તેમની હકાલપટ્ટી તરફ દોરી ગયું.
Read the Next Article

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

New Update
uttrakhnd

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બોલેરો કાર 150  મીટર ઊંડી ખીણમાં પડી  હતી. આ વાહન મુસાફરોથી ભરેલું હતું. આ અકસ્માત સોની બ્રિજ પાસે થયો હતો.

રાહત અને બચાવ કાર્ય શરુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોલેરો ટેક્સી મુવાનીથી બક્તા જઈ રહી હતી. જેમાં 13 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે જ આઠ લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી

બોલેરો કાર ખીણમાં ખાબકી તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નિકળી  ગયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.