/connect-gujarat/media/post_banners/db8fabe9ee18c17d1e9a8d497f9d45456a161746d9972dea7acb4e6d81f4819c.webp)
છત્તીસગઢના બેમેતરામાં એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી 4ની હાલત ગંભીર છે, ઘાયલોને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત બેમેતરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા ગામમાં પેટ્રોલ પંપ પાસે થયો હતો.
મળતી માહિતી મુજબ સિમગા નજીક તિરૈયા ગામમાં છઠ્ઠી કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40થી 50 લોકો પીકઅપમાં ગયા હતા. પરત ફરતી વખતે રાત્રિના 2.30 વાગ્યાના સુમારે કઠિયા પાસે ઉભેલી ટ્રકને પીકઅપે ટક્કર મારી હતી.ઘટનાની માહિતી મળતાની સાથે જ બેમેતરાના ધારાસભ્ય દીપેશ સાહુ, બેમેતરા કલેક્ટર રણવીર શર્મા, એસપી રામકૃષ્ણ સાહુ અને જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ બેમેટરા પહોંચ્યા. જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તબીબ પાસે લઈ જવાયા હતા. ઇજાગ્રસ્તોને રીફર કરવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.