વિદ્યાર્થીઓને મોટી રાહત, JEE Advanced પરીક્ષા હવેથી ત્રણ વખત આપી શકાશે

વર્ષ 2025માં JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન IIT કાનપુર દ્વારા કરવામાં આવશે. પરીક્ષા માટેની સત્તાવાર વેબસાઇટ https://jeeadv.ac.in/index.html  બહાર પાડવામાં આવી

New Update
jee advanc
Advertisment

વર્ષ 2025માં JEE એડવાન્સ પરીક્ષાનું આયોજન IIT કાનપુર દ્વારા કરવામાં આવશે. પરીક્ષા માટેની સત્તાવાર વેબસાઇટ https://jeeadv.ac.in/index.html  બહાર પાડવામાં આવી છે. ભારતીય અને વિદેશી નાગરિકો માટેની પરીક્ષા માટે પાત્રતા માપદંડ સહિત સત્તાવાર પોર્ટલ પર અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ મુજબ, હવે એક વિદ્યાર્થીને JEE એડવાન્સ પરીક્ષામાં બેસવા માટે ત્રણ પ્રયાસો આપવામાં આવશે. પહેલા આ સંખ્યા બે હતી, પરંતુ હવે પ્રયાસોની સંખ્યા વધારી દેવામાં આવી છે. પ્રયાસોની સંખ્યામાં વધારો થતાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

Advertisment

JEE એડવાન્સ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર, 2000 ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ. SC, ST અને PWD ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે. આમ આ ઉમેદવારોનો જન્મ 1, ઑક્ટોબર 1995ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ.

ઉમેદવારોએ આ બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ

- ઉમેદવારે ફરજિયાત વિષયો તરીકે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે વર્ષ 2023 અથવા 2024 અથવા 2025માં પ્રથમ વખત ધોરણ 12 (અથવા સમકક્ષ) પરીક્ષામાં હાજર રહેવું આવશ્યક છે.

- જે વિદ્યાર્થીઓ વર્ષ 2022 અથવા તે પહેલા ધોરણ 12 (અથવા સમકક્ષ) પરીક્ષામાં પ્રથમ વખત હાજર થયા હતા તેઓ JEE એડવાન્સ 2025માં બેસવા માટે પાત્ર નથી.

- જો ધોરણ  12 (અથવા સમકક્ષ) ના સંબંધિત બોર્ડે 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ અથવા તે પછી શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પરિણામો જાહેર કર્યા છે તો તે બોર્ડના ઉમેદવારો પણ JEE એડવાન્સ્ડ 2025 માં બેસવા માટે પાત્ર છે, જો કે તેઓએ અન્ય પાત્ર માપદંડ પુરા કરવા હોવા જોઇએ.

Latest Stories