Connect Gujarat
દેશ

દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરી તીખી તકરાર, વાંચો શું છે મામલો

દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરીથી તીખી તકરાર જોવા મળી રહી છે. જાણકારી મુજબ દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સોલાર પોલિસીને હાલમાં અટકાવી દીધી છે.

દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરી તીખી તકરાર, વાંચો શું છે મામલો
X

દિલ્હી સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફરીથી તીખી તકરાર જોવા મળી રહી છે. જાણકારી મુજબ દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારની સોલાર પોલિસીને હાલમાં અટકાવી દીધી છે. સીએમ કેજરીવાલે કેટલાક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી સોલાર પોલિસીની જાહેરાત કરી હતી.કેજરીવાલે કહ્યું હતુ કે, સોલાર પોલિસીથી દિલ્હીનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે.દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખુદ શિક્ષા અને સ્વાસ્થ ક્ષેત્ર ક્રાંતિની વાત કરી હતી. તે સિવાય કેજરીવાલ સરકારે જે એક વસ્તુ માટે પોતાની પીઠ થપથપાવતા શરમાતી નથી તે છે વીજળીનું બિલ. હાલમાં દિલ્હીમાં 200 યુનિટ વીજળીના વપરાશ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.200 યુનિટ થી લઈ 400 યુનિટ વીજળીનું બિલનો ચાર્જ અડધો માફ છે અને 400 યૂનિટથી ઉપર ખર્ચ કરનાર માટે આખું બિલ ચુકવવું પડશે. કેજરીવાલ સરકારે ગત્ત મહિનાના અંતે નવી સોલાર નીતિની જાહેરાત કરતા વીજળી બિલને શૂન્ય કરવાનો દાવો કર્યો હતો.

Next Story