New Update
લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા છે. તમામ મકાનનો કાટમાળ દૂર કરવામાં લાગ્યા છે. સુરક્ષાના પગલાં તરીકે આસપાસની ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે. આ ઘટના સરોજની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાન્સપોર્ટ નગરની છે.
Latest Stories