મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહી એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં શરૂઆતમાં સાત લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ-પ્રશાસનને જાણ કરી હતી. આ તરફ માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. વહીવટી અધિકારીઓની સાથે સાથે લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા. આ તરફ હવે રાયગઢ એસપીએ જણાવ્યું છે કે, બસ ખાઈમાં પડી જતાં 12 લોકોના મોત થયા હતા અને 25થી વધુ ઘાયલ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે.
પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી. વિગતો મુજબ બસમાં ઘણા લોકો હતા જેમને બચાવવામાં આવી રહ્યા છે. જોકે બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે.