Connect Gujarat
દેશ

ઝારખંડમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટ્રેનની અડફેટે આવતા અડધો ડઝન મુસાફરોના મોત

ઝારખંડમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટ્રેનની અડફેટે આવતા અડધો ડઝન મુસાફરોના મોત
X

ઝારખંડના જામતાડામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. જામતાડા-કરમાટાંડ રેલ ખંડના કાલાઝરિયા નજીક ટ્રેનની ચપેટમાંથી આવવાથી અડધો ડઝન મુસાફરોના મોત થઈ ગયા છે. કહેવાય છે કે, ડાઉન લાઈનમાં બેંગલુરુ-યશવંતપુર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. આ દરમ્યાન પાટાની નજીક ડસ્ટ ઉડી રહી હતી. પણ ડસ્ટને જોઈ ડ્રાઈવરને લાગ્યું કે, ટ્રેનમાં આગ લાગી ગઈ છે અને ઘુમાડો નીકળી રહ્યો છે. જેના કારણે ટ્રેનને રોકી દેતા મુસાફરો પણ ઉતરી ગયા, આ દરમ્યાન અચાનક આવી રહેલી ઈએમયૂ ટ્રેનની ચપેટમાં આવવાથી કેટલાય યાત્રીઓના મોત થઈ ગયા હતા.

રેલવે તરફથી આ જાણકારી સામે આવી છે કે, ચેઈન પુલિંગના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી, અમુક લોકો ટ્રેક પર આવી ગયા હતા, જેના કારણે અચાનક આવેલી ટ્રેનની ચપેટમાં આવવાથી લોકોના મોત થયા છે. બે ગંભીર રીતે ઘાયલ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં મળેલી જાણકારી અનુસાર, જામતાડા-કરમાટાંડના કલઝારિયા નજીક લગભગ 12 લોકો ટ્રેનની ચપેટમાં આવવાથી મોત થઈ ગયા છે. તો વળી આ દુર્ઘટનામાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ટ્રેન દુર્ઘટના બાદ ઘટના સ્થળે રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ પહોંચી ગઈ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પોલીસ પ્રશાસનની મદદ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

Next Story