Connect Gujarat
દેશ

બાંગ્લાદેશમાં એક મોટી ટ્રેન દુર્ઘટના, બે ટ્રેનો વચ્ચે tથયો ભયંકર અકસ્માત,15 લોકોના મોત

બાંગ્લાદેશમાં એક મોટી ટ્રેન દુર્ઘટના, બે ટ્રેનો વચ્ચે tથયો ભયંકર અકસ્માત,15 લોકોના મોત
X

બાંગ્લાદેશમાં એક મોટી ટ્રેન (Bangladesh Train Accident) દુર્ઘટના સામે આવી છે. બાંગ્લાદેશમાં સોમવારે બે ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત જોવા મળ્યો હતો. જેમાં 15 લોકોના મોત થઈ ગયા છે અને અસંખ્ય લોકો ઘાયલ પણ થયા છે. પોલીસનું કહેવું છે કે, મરનારા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. આ ટ્રેન દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે રાજધાની ઢાકાથી લગભગ 80 કિમી દૂર ભૈરવમાં એક પેસેન્જર ટ્રેન એક માલગાડી ટ્રેન સાથે અથડાઈ અને ડબ્બાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. કારણ કે બચાવ અભિયાન હાલમાં ચાલી રહ્યું છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બાંગ્લાદેશી મીડિયાનું માનીએ તો, મરનારા લોકોની સંખ્યા 20ને પાર પહોંચી ગઈ છે.

Next Story