Connect Gujarat
દેશ

ગ્રેટર નોઇડા વેસ્ટના ગૌર સિટી 16મી એવન્યુના બે ફ્લેટમાં ભીષણ આગ

ગુરુવારે સવારે ગ્રેટર નોઈડા પશ્ચિમના ગૌર સિટી સોસાયટીના 16 એવન્યુના બે બંધ ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી.

ગ્રેટર નોઇડા વેસ્ટના ગૌર સિટી 16મી એવન્યુના બે ફ્લેટમાં ભીષણ આગ
X

ગુરુવારે સવારે ગ્રેટર નોઈડા પશ્ચિમના ગૌર સિટી સોસાયટીના 16 એવન્યુના બે બંધ ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે થોડી જ વારમાં બીજા ફ્લેટને પણ લપેટમાં લીધું હતું. આ ફ્લેટમાં ઘણા લોકો ફસાયેલા છે.

આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થિતિ જોતા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી ગયા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

માહિતી મળતાં જ દકમાલની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ફ્લેટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પહેલા ફ્લેટમાં રહેતો આખો પરિવાર લગ્ન પ્રસંગ માટે ગયો છે. જેના કારણે ફ્લેટ બંધ છે.

Next Story