New Update
/connect-gujarat/media/post_banners/6d7b1a166619753224f0e77b91275f87110601822cdc502458995244b37bdf01.webp)
તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. મદુરાઈમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 20 અન્ય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હતા જેના કારણે ટ્રેનના કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી છે અને અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી
Latest Stories