પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રકની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 8 લોકોના મોત

બિહારના પટણા જિલ્લા શનિવારે (23 ઓગસ્ટ) એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

New Update
XHFN

બિહારના પટણા જિલ્લા શનિવારે (23 ઓગસ્ટ) એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ પટણામાં શનિવારે એક માર્ગ અકસ્માત થયો હતો. મલમા ગામના લોકો રિક્ષામાં ફતુહા ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને રિક્ષાની ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, રિક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ગંભીર સ્થિતિ હોવાના કારણે તેમને પટણા રિફર કરવામાં આવ્યા હતા. 

સમગ્ર મામલે પોલીસે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી ટ્રક ચાલક કોણ હતો તે વિશે કોઈ માહિતી સામે નથી આવી. 

Latest Stories