/connect-gujarat/media/post_banners/c3a8930f289979b4fcd1baab50f15e638aa1524efb70edffc0b044f506bd33d4.webp)
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણામાં ભાજપ અને તેના સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે બધુ બરાબર નથી. બંને શાસક પક્ષોના નેતાઓ વચ્ચે ખુલ્લેઆમ નિવેદનોને કારણે ખટ્ટર સરકાર પર મુશ્કેલીના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ દરમિયાન હરિયાણાના ચાર અપક્ષ ધારાસભ્યો ગુરુવારે ભાજપના પ્રદેશ પ્રભારી બિપ્લબ કુમાર દેબને મળ્યા હતા. જેના કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. આવી સ્થિતિમાં ભાજપે હરિયાણામાં ખટ્ટર સરકારને બચાવવા અને જેજેપીનો વિકલ્પ શોધવાની તૈયારી શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. ગુરુવારે ભાજપના રાજ્ય પ્રભારી સાથે મુલાકાત કરનારા અપક્ષ ધારાસભ્યોમાં ધરમપાલ ગોંદર, રાકેશ દૌલતાબાદ, રણધીર સિંહ અને સોમવીર સાંગવાનના નામ સામેલ છે. આ બેઠક બાદ બિપ્લબ કુમાર દેબે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, બેઠકમાં અપક્ષ ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. દેબે વધુમાં કહ્યું કે, તેમની પાર્ટી 'ડબલ એન્જિન' સરકારની નીતિ સાથે આગળ વધી રહી છે અને રાજ્યની પ્રગતિ માટે કામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.
વિધાનસભામાં હવે શું સ્થિતિ છે?
ભાજપ- 41
જેજેપી- 10
કોંગ્રેસ- 30
અપક્ષ- 7
હરિયાણા લોકહિત પાર્ટી- 1