સુરેન્દ્રનગરના યુવાને સીમા હૈદરને મારવાનો કર્યો પ્રયાસ! સીમા અને સચિને મારી પર કાળો જાદુ કર્યો હોવાનો આક્ષેપ

દિલ્હીના ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સાથે શનિવારે અનિચ્છનીય ઘટના બની છે. એક અજાણ્યો યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, 

New Update
aaa

સુરેન્દ્રનગરના યુવક તેજસ જાનીએ ગ્રેટર નોઈડામાં પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, સીમા હૈદર અને સચિને તેના પર કાળો જાદુ કર્યો છે.

દિલ્હીના ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સાથે શનિવારે અનિચ્છનીય ઘટના બની છે. એક અજાણ્યો યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, અને તેને ત્રણ-ચાર વાર થપ્પડ પણ મારી દીધા હતા.સીમા હૈદરે બૂમાબૂમ કરી જેને સાંભળીને તેના પરિવાર અને નજીકના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ લોકોએ મળીને આરોપી યુવકને પકડી લીધો અને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ યુવાન ગુજરાતી હોવાનું સામે આવ્યું છે.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી અને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે દાવો કર્યો છે કે, સીમા હૈદર અને સચિને તેના પર કાળો જાદુ કર્યો છે. પોલીસ આ દાવાની પણ તપાસ કરી રહી છે.